સ્પર્શ - ભાગ 6

  • 148

રાતનાં લગભગ ૯ વાગ્યા હતા. કૈલાશબેન રસોડામાં છેલ્લી રોટલી ચડવતા બોલ્યા :-" ખુશી , રવિ... ચાલો આવી જાવ જમવા..., પપ્પા ને આવતા મોડું થશે." ખુશીએ ફકરાની છેલ્લી લીટી વાંચીને પુસ્તક બંધ કર્યું અને જમવા ડાઇનિંગ ટેબલ પર બેસી. મમ્મીએ રિંગળાનો ઓળો અને રોટલી બનાવી હતી એની સાથે પાપડ અને છાસ તો ખરી જ. રવિએ તો કોઈ પણની રાહ જોયા વિના જ ઓળો અને રોટલી પર તૂટી પડ્યો.કૈલાશબેન આવીને પોતાની થાળી લેતા બોલ્યા :-" કેમ શું થયું? તે હજી જમવાનું શરૂ નથી કર્યું." ખુશી થાકેલા અવાજે બોલી :-" પપ્પા ક્યારે આવશે? કૈલાશબેન :-" હમણાં એનો ફોન આવેલો કહેતા હતા કે આજે ઘરે આવતા