સ્પર્શ - ભાગ 5

ખુશી ચારેતરફ નઝર કરે છે પણ અંધકાર સિવાય બીજું કંઈ જોઈ શકતી નથી. સૂમસામ જગ્યા પર અને એ પણ એકલી આગળ ચાલવાનો પ્રયાસ કરે છે. બે કદમ આગળ વધતા જ ખુશીનો પગ લપસ્યો અને જોરથી નીચે ખાડામાં પડી. ખુશીને અહેસાસ થયો કે એટલી ઊંચેથી પડી હોવા છતાં એને કોઈ ઈજા કે દર્દ મહેસૂસ ન થયો. તે ત્યાંથી નીકળવા આગળ વધી તો થોડેક દૂર જતા સામે ચાર પડછાયા નજીક આવતા જોયા. ખુશી ઘબરાહટ ને મારે ત્યાંથી ભાગવા લાગી. પણ આ શું???? ખુશી જાણે એક રૂમ માં કેદ હોય એમ ચારેય દિવાલથી પુરાઈ ગઈ. ખુશી  આજુબાજુ નઝર કરે છે પણ ભાગવાનો કોઈ