મહેશભાઈની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી ગઈ. ઘરમાં ઝઘડો ,અબોલા, નારાજગી જેવી નકારાત્મક અસર મહેશભાઈ અને એના ઘરના સભ્યોના ચહેરામાં દેખાતી હતી. મહેશની હાલત જોઈ કેનિલભાઈ ને લાગ્યું કે જરૂર કોઈ મોટી આફત આવી પડી છે એના માથે પણ સામેથી પૂછવું એને યોગ્ય ન લાગ્યું. મહેશને છેવટે કોઈ રસ્તો ન દેખાતા તેણે કેનિલ ને બધી વાત કહેવાનો નિર્ણય લીધો.મહેશ શરૂઆતમાં કહેતા અચકાયા પણ બાળકોના ચેહરા યાદ આવતા અંતે બધી વાત કહેવા લાગ્યા. કેનિલ એના પર ગુસ્સે થવાના બદલે એની મનોસ્થિતિ ને સમજ્યા અને થોડોક વિચાર કરીને તેને આશ્વાસન આપતા બોલ્યા : "તું ચિંતા ના કર ,હું તારી જોબ માટે