ઘરઘાણીલેખિકા Mansi Desai Desai Mansi Shastri અમદાવાદના એક પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલો ‘શાંતિ સદન’ બંગલો દેખાવમાં જેટલો ભવ્ય હતો, તેની અંદરની દીવાલો એટલી જ રહસ્યમય અને ગૂંગળામણભરી હતી. આ ઘરના માલિક હસમુખભાઈ રાયચંદ નિવૃત્ત જીવન જીવતા હતા, પણ ઘરનું અસલી રિમોટ કંટ્રોલ તેમની દીકરી નંદિનીના હાથમાં હતું.નંદિની—નામ પ્રમાણે આનંદ આપનારી નહીં, પણ અહંકારનો પર્યાય. તેના લગ્ન ત્રણ વર્ષ પહેલાં એક સારા ઘરે થયા હતા, પણ સાસરીમાં તેની જીભ અને જીદ સામે કોઈ ટકી શક્યું નહીં. પરિણામે, તે અડધાથી વધુ સમય પિયરમાં જ રહેતી. તેને લાગતું કે આ ઘર પર તેનો જન્મસિદ્ધ અધિકાર છે. તેનો ભાઈ આકાશ, જે સોફ્ટવેર એન્જિનિયર હતો, તે નંદિનીને ખૂબ પ્રેમ કરતો.