ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૮૫૭ : બુક રીવ્યુ

પુસ્તક : ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૮૫૭લેખક : સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર ભાષા : મરાઠી , ગુજરાતી ભાષાંતરકાર : ગોપાળરાવ ગ. વિદ્વાંસ સમીક્ષક : હાર્દિક ગાળિયા સ્ટાર : ⭐⭐⭐⭐⭐પરિચય       વીર સાવરકર દ્વારા લખાયેલું આ પુસ્તક ભારતીય ઈતિહાસના સૌથી પ્રભાવશાળી પુસ્તકોમાંનું એક છે. જ્યારે અંગ્રેજ ઈતિહાસકારો ૧૮૫૭ની ઘટનાઓને માત્ર એક 'સિપાઈ વિદ્રોહ'  ગણાવતા હતા, ત્યારે સાવરકરે આ પુસ્તક દ્વારા સાબિત કર્યું કે આ ભારતની આઝાદી માટેનો પ્રથમ સશસ્ત્ર સ્વાતંત્ર્ય સંગ્રામ હતો.પુસ્તકનો મુખ્ય હેતુ  : સાવરકરનો આ પુસ્તક લખવાનો મુખ્ય ઉદ્દેશ્ય અંગ્રેજો દ્વારા ફેલાવાયેલા એ જુઠાણાને તોડવાનો હતો કે ૧૮૫૭નો સંગ્રામ માત્ર થોડા અસંતુષ્ટ સૈનિકોનો બળવો હતો. સાવરકરે દસ્તાવેજો અને પુરાવાઓ સાથે સાબિત કર્યું કે આ