ઈર્ષ્યા થવા પાછળના કારણ શું હોય છે?

ઈર્ષ્યાનું મુખ્ય કારણ:ઈર્ષ્યાનું મુખ્ય કારણ છે સ્પર્ધા. સ્પર્ધા એક એવી વસ્તુ છે જે કોઈને જીવનમાં ઊભી નહીં થઈ હોય એવું નહીં હોય. સ્પર્ધા ક્યાં નથી? નાનપણથી મોટા થઈએ ત્યાં સુધી દરેક વ્યક્તિને “હું આનાથી મોટો થાઉ”, “હું સૌથી આગળ વધું.” એવીબીજાથી ચડિયાતા થવાની સ્પર્ધા જન્મે છે. સ્પર્ધામાં કમ્પેરિઝન એટલે કે સરખામણી શરૂ થાય છે કે આની પાસે વધારે, મારી પાસે ઓછું! નાના હોઈએ ત્યારે રમકડાં કે કપડાં માટે સરખામણી થાય. મોટા થઈએ ત્યારે ભણવામાં સ્પર્ધા. યુવાનોમાં સારા દેખાવા માટે સ્પર્ધા. આગળ વધીને પૈસા કમાવામાં, કારકિર્દી માટે, નોકરીમાં પ્રમોશન માટે કે ધંધો જમાવવા માટે સ્પર્ધા. પછી સમાજમાં પ્રતિષ્ઠા અને સ્ટેટસ માટે