અને તમે દિકરાને લીધા વગર ભાણીને એના ઘરે મૂકવા ગયા હતા. એ દિવસે દિકરો ખૂબ રડ્યો હતો. મેં એને જેમ તેમ સમજાવીને રાખ્યો હતો. હજી મારી શાળા ચાલુ હતી કારણ કે રિઝલ્ટ આપવાનું બાકી હતું. એટલે મારાથી મારા ઘરે પણ રહેવા જવાય એવું ન હતું. મેં દિકરાને સમજાવ્યું કે મારું વેકેશન પડશે એટલે આપણે મામાના ઘરે રહેવા જઈશું અને દિકરો માની પણ ગયો હતો. થોડા દિવસમાં દિકરાનું અને ભાણીનું રિઝલ્ટ આવી ગયું. દિકરાનું રિઝલ્ટ તો દર વખતની જેમ સારું જ હતું અને આ વખતે ભાણીનું રિઝલ્ટ પણ સારું હતું. એટલે મમ્મી ખૂબ જ ખુશ હતા. હવે મારી શાળામાં પણ મને