અનોખી સફરપ્રકરણ-40સારા…સાવીને પોતાનાં ભૂતકાળ..જીવન અંગે લગભગ બધી વાત કહી થોડી હળવી થઇ ગઈ હતી.. અત્યારે ધનુષનો ફોન આવ્યો..ફરી ઇન્ડિયાની યાદ તાજી થઇ ગઈ..એને એની આઈ…પેલો મહાત્રે એનો દીકરો.. અમિત..બધા યાદ આવી ગયા..અમિત અંગેની વાત એણે હજી મનમાં રાખી હતી..સાવીને કહી નહોતી.. કાશ..પણ જો સાવી મને સમજે નહીં અને ગેરસમજ કરે તો..ફરી કોઈ એક વધી જશે મને અન્યાયકરવામાં… અને હું કોઈ ચોખવટ કે બચાવ મારો નહીં કરી શકું..યોગ્ય સમય આવશે ત્યારેજ કહીશ.. ધનુષમુંબઈ જાય છે ભૈરવી સાથે..એ પૂના જવાનો..મુંબઈ પણ જશે..પાછો માતૃધરતી પર પગ મુકશે..અહીંની નવી શીખેલી સંસ્કૃતિ ..શિષ્ટાચાર..ભૂલી અસલ મરાઠો બની જશે..અહીંની ચઢેલી ઉબ ઉતારશે..નિરાંતનો ..હોંશથી મુક્ત શ્વાશ લેશે..કેવું સારું