અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -39

અનોખી સફરપ્રકરણ-39ધનુષે મોબાઈલની રિંગ સાંભળી..તરતજ ફોન લઇ નામ વાંચ્યું..ઉપાડ્યો..” હાં બોલ..મનોજ..મારોમેસેજ જોયો ? મને 15 હજાર ડોલર જોઈએ છે..મેં બેંકમાં ફોન કરી ત્યાંથી બેલેન્સ જાણી ઉપાડવાનું નક્કી કર્યું છે.મારે ભૈરવી સાથે અચાનકજ ઇન્ડિયા જવાનું થયું છે..તાત્કાલિક ટિકિટ કરાવવાની છે..થોડું શોપિંગ છે..વધુ રૂબરૂમાં.. મનોજે પૂછ્યું ” એવું શું થયું છે ઇન્ડિયામાં? તારી ત્યાં કોણ રાહ જુએ છે?? અને ભૈરવી સાથે જવાનું છે ? શું થયું એતો કહે.હમણાં ગઈ રાત્રેતો આપણે મળ્યા તેતો કશું કીધું નહીં..તારા પેલા ફ્રેન્ડ માટે..એટલા સમયમાં શું બની ગયું? ધનુષે કહ્યું“ અરે..જે થાય અચાનકજ થાય છે યાર..ભૈરવીની નાની બહેન પૂનામાં સિરિયસ છે..એની આઇનો ફોન હતો..એમણે તાત્કાલિક આવવા કહ્યું