અપહરણ - 16

16. વેરની વસૂલાત !  જીપવાળા હુમલા પછી બીજું કાંઈ બન્યું નહીં. અમારા જીપવાળાએ વચ્ચે બીજે ક્યાંય પણ ઊભા રહ્યા વગર અમને ચારેક કલાકે લીમા ઉતારી દીધા. અમે એને જીપ સીધી ફ્રેડી જોસેફના બંગલે જ લઈ લેવાનું કહી એને સરનામું જણાવ્યું. એ મુજબ રાત્રે અમે ફ્રેડી જોસેફના નિવાસે પહોંચી ગયા. જીપવાળાને રવાના કરી દીધો. ફ્રેડી સાહેબને આ પેટી સોંપી દઈએ એટલે અમને અમારો વોટ્સન મળી જશે એવી ધારણા સાથે હાંફળાફાંફળા થતા એમના બંગલાની ડૉરબેલ દબાવી. એકાદ મિનિટ રહીને દરવાજો ખુલ્યો અને ફ્રેડી જોસેફ દેખાયા. આશરે સીત્તેર વર્ષની ઉંમરના ફ્રેડીને માથે બંને તરફ વાળ અને વચ્ચે ટાલ હતી. એ ફ્રૅન્ચ કટ દાઢી