શાર્દુલ ભગત ની કેસર - 4

ગઢવી ના ગયા પછી ધીમે ધીમે ડાયરો પણ વિખાણો અને બાપુ પોતાની કેસર પાસે આંટો મારી ને મેડીએ પોરો ખાવા ગયા.    થોડાક દિવસો પસાર થયા અને એક દિવસ બાપુ પોતાની કેસર ને લઈ ને વાડીએ આંટો દેવા ગયા હતા એટલા માં સમાચાર મળ્યા કે બાબરીયાવાડ થી મૂળુ કાઠી અને વીહા ખુમાણ આવ્યા છે એટલે શાર્દુલ બાપુ મારતી ઘોડીએ ગામ માં પાછા ફર્યા.   ડેલી માં વીહો ખુમાણ અને મૂળુ કાઠી બેઠા છે,ડેલી આગળ બાપુ એ કેસર ને થંભાવી અને કેસર પર થી ઊતરતા જ બોલ્યા આવ મૂળુ ભા,આવો ભા, વિહા ખુમાણ અને મૂળુ કાઠી ને સંબોધી ને આવકાર આપ્યો.કા ભા