મહેશ આજે પણ ઓફિસમાં સૌ કરતા વહેલો આવ્યો હતો. ટેબલ પર ફાઈલોનો ઢગલો, મેઇલ્સની લાઈનમાં લાલ નિશાન અને ફોન પર સતત આવતા કોલ્સ—આ બધું હવે એની રોજિંદી જિંદગી બની ગઈ હતી. આ વખતે એક ખાસ ગ્રાહકની ડીલ હતી, જે છેલ્લા બે મહિનાથી અટવાઈ પડી હતી.ગ્રાહકની ફાઈલ સરળ નહોતી. પ્રોપર્ટીના દસ્તાવેજોમાં ગૂંચવણ, વેલ્યુએશનમાં તફાવત અને ક્રેડિટ ટીમના પ્રશ્નો—એક પછી એક અવરોધ ઊભા થતા જ જતા. મહેશ ક્યારેય હાર માનતો નહોતો. ક્યારેક વેલ્યુઅર સાથે લાંબી ચર્ચા, ક્યારેક વકીલ સાથે મીટિંગ, તો ક્યારેક ક્રેડિટ ટીમને સમજાવવાની મથામણ—બધું જ એને પોતે સંભાળ્યું.કેટલાંક દિવસો તો એવા હતા કે લંચ કરવાનો પણ સમય ન મળ્યો. સાંજે