રાજધર્મનો અમર પાઠહિમાલયના દક્ષિણ ભાગ માં વસેલું એક અતિ પ્રાચીન ગુરુકુલ હતું. આસપાસ નદીની કલકલ, વનરાજીની સુગંધ અને આકાશમાં ફરતા ઋષિઓના મંત્રોચ્ચારની ગુંજ. આ ગુરુકુલમાં ગુરુ દેવવ્રત મહર્ષિ પોતાના શિષ્યોને વેદ, ઉપનિષદ, નીતિશાસ્ત્ર અને રાજધર્મનું શિક્ષણ આપતા હતા.ગુરુ દેવવ્રતના આશ્રમમાં રાજકુમારો પણ ભણવા આવતાં, કારણ કે અહીં માત્ર વિદ્યા જ નહીં, પરંતુ જીવન જીવવાની કલા પણ શીખવાતી હતી.એક સાંજના સમયે બધા શિષ્યો પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા. ગુરુદેવ ધ્યાનમાંથી ઉઠીને શિષ્યો તરફ આવ્યા. તેમના ચહેરા પર અદભુત શાંતિ અને કરુણાનો પ્રકાશ હતો.ત્યારે રાજકુમાર અનિરુદ્ધ ઊભો થયો અને વિનમ્રતાથી પૂછ્યું:"ગુરુદેવ, જ્યારે કોઈ મનુષ્ય રાજા બને છે ત્યારે તેના હાથમાં શક્તિ, સત્તા