અસ્તિત્વ - 11

આસ્થા પોતાના નવા જીવનમાં સહર્ષ આરંભ કરી રહી હતી. આસ્થા અને અનુરાધાને હવેલીના મુખ્ય દરવાજા પાસે ઉતારી કલ્પ કાર પાર્ક કરવો ગયો હતો.આસ્થા એની નજર આસપાસ ફેરવી રહી હતી. ખૂબ સુંદર બગીચો અને પટાંગણને આકર્ષક કરે એવા સ્ટેચ્યુ મૂકેલા હતા. સુશોભન પટાંગણનું જ એટલું આકર્ષક હતું કે આસ્થા હવેલી અંદરથી કેટલી સરસ હશે એ જોવા એ ખૂબ ઉત્સાહી થઈ રહી હતી. અનાયસે એણે અનુરાધાનો હાથ પકડીને પોતાના કદમને થોડા ઝડપી વધાર્યા હતા. આસ્થાનો આમ હાથ પકડ્યો એ ક્ષણ અનુરાધાનાને ખૂબ ખુશ કરી ગઈ હતી. તેઓ પગથિયાં ચડીને મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયા હતા. જેવા તેના કદમ એ દ્વાર પર પડ્યા