પ્રકરણ - 27 સ્નેહા અને નીલાને એક સારો સંગાથ સાંપડી ગયો હતો. તેઓ એકબીજાની સારી સંભાળ રાખતા હતા. તેઓ આશ્રમમાં લોકો ના પ્રિય બની ગયા હતા. ત્યાં અપંગ લોકોને પણ રાખવામાં આવતા હતા. મેં ગરિમા સાથે મારા પુત્ર સુંદર વિશે વાત કરી હતી. ગરિમાએ તેને સાજા કરવાની જવાબદારી લીધી હતી અને તેને તેના આશ્રમમાં દાખલ કરાવ્યો હતો. તે ત્રણેય વચ્ચે એક વિચિત્ર બંધન વિકસી ગયું હતું.