બ્લુ કોથળી, અને માં નું મન.....

જિંદગી ઘણીવાર આપણને એવા વળાંક પર લાવીને ઉભા કરી દે છે જ્યાં આપણી નાની અમસ્તી ફરિયાદ પણ બહુ મોટી ભૂલ જેવી લાગવા માંડે છે. આપણે હંમેશા એ જ જોતા હોઈએ છીએ કે આપણી પાસે શું નથી, પણ એ જોવાનું ભૂલી જઈએ છીએ કે આપણી પાસે જે છે એ કેટલાય લોકોનું સપનું હોઈ શકે છે. આવી જ એક વાતનો અહેસાસ મને આજે સવારે થયો જ્યારે હું મારા દીકરાને સ્કૂલે મૂકવા ગઈ હતી.મારો દીકરો અક્ષરાજ અત્યારે પાંચમા ધોરણમાં ભણે છે. થોડા દિવસ પહેલા જ અમે નવા શહેરમાં શિફ્ટ થયા છીએ. ઘરનો સામાન ગોઠવવામાં અને નવી જગ્યાએ સેટ થવામાં એટલો સમય નીકળી ગયો