વૃક્ષ અને વિહંગની વાર્તા

વૃક્ષ અને વિહંગની વાર્તા   એક વિશાળ જંગલમાં એક પ્રાચીન વટવૃક્ષ ઉભું હતું. તેની ઘટાદાર ડાળીઓ આકાશને આલિંગન આપતી હતી, અને તેના મૂળ ધરતી ને ચીરીને ઊંડાણમાં ફેલાયેલા હતા. આ વૃક્ષની એક ડાળ પર એક પક્ષીનો માળો હતો. આ પક્ષી ના માળામાં એક બચ્ચું જનમ્યું. વિહંગ . એક નાની વિહંગ – નામ તેના મમ્મી પપ્પા એ  ‘કિરણ’ રાખ્યું. તેના  માતા-પિતા તેને દાણા ચણતા, પાંખો ફફડાવતા શીખવતા. સાથે  વૃક્ષની મજબૂત ડાળીઓ તેનો પહેલો આધાર બની.   પહેલી વાર જ્યારે કિરણે પોતાના નાના પાંખો ફફડાવીને ઉડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેને પોતાના પર અપાર ગર્વ થયો. તે વિચારવા લાગી, “આ પાંખો મારી છે,