હું, વૈદેહી ભટ્ટ - ભાગ 12

 બાગબાન આનાથ આશ્રમની બહાર 5 ફૂટ 9 ઈન્ચનો ડાર્ક હેન્ડસમ લંબગોળ, વાંકડીયા વાળા વાળો વિહાન ઉભો હતો. મમ્મીની યાદો સાથે જોડાયેલી આ પણ એક જગ્યા હતી. રાખી જ્યારે જીવતી હતી ત્યારે વિહાન તેની સાથે ઘણીવાર આ અનાથ આશ્રમમાં આવતો અને સમય પસાર કરતો. અહી બધા વિહાનને દાદા કહેતા હતા.“અરે, દાદા તમે ક્યારે આવ્યા?” “કાલે જ આવ્યો. તમે કેમ છો કાકા?”અનાથ આશ્રમની બહાર ઉભેલા વૉચમેનને વિહાને પુછ્યું.“ હું મજામાં. તમને આશ્રમવાળા તમને બહુ યાદ કરે છે. તમે રાખીભાભી સાથે અહીં આવતા હતા. ત્યારે કેવી મજા આવતી. ઘર જેવું લાગતું હતું અહીં. પણ, તમારા અને ભાભી પણ અમને છોડીને જતા રહ્યા તો હવે