કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર પ્રકરણ : 14 : સંમતિ બહાર બરફનું તોફાન તેના પૂરજોશમાં હતું. પવનના સુસવાટા લાકડાના મઠની દીવાલો સાથે અથડાઈને કોઈ રડતા બાળકની જેમ ચીસો પાડી રહ્યા હતા. પણ અંદર... અંદર ધૂણીના પ્રકાશમાં એક અલગ જ દુનિયા હતી. સાધુ મહારાજનો પ્રસ્તાવ સાંભળીને અમે બંને—હું અને વનિતા—એકદમ ટટ્ટાર થઈ ગયા. તાશીનોર્બુ પણ પોતાના હાથ ઘસતો શાંત બેઠો હતો, જાણે તે કોઈ જૂની યાદ તાજી કરી રહ્યો હોય. "બોલો મહારાજ," મેં આતુરતાથી કહ્યું. "અમે સાંભળવા તૈયાર છીએ." સાધુ મહારાજે તાશીનોર્બુ તરફ ઈશારો કર્યો. "પહેલાં તાશીની વાત સાંભળો. આ ભોળો પહાડી માણસ છે, એ જૂઠું બોલતા