કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરપ્રકરણ : 13 – બ્રહ્માંડનું હૃદય દોર્જેના કેમ્પની એ આખરી સવાર બરફીલી હતી, પણ તેમાં વિદાયની ઉષ્મા ભળેલી હતી. અમારી તાલીમ પૂરી થઈ ચૂકી હતી. અમે માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ એક નવા આકારમાં ઢળાઈ ચૂક્યા હતા. દોર્જે, નિકુંજ અને પાયલ અમને વળાવવા માટે કેમ્પની હદ સુધી આવ્યા હતા. દોર્જેએ મારી સામે જોયું. તેની આંખોમાં એક ગુરુનો સંતોષ હતો. તેણે પોતાના ગળામાંથી એક જૂનું, ઘસાઈ ગયેલું પરવાળાનું લોકેટ કાઢ્યું અને મારા હાથમાં મૂક્યું. "પ્રોફેસર," દોર્જેએ ગંભીર અવાજે કહ્યું, "તમે જ્યારે આવ્યા ત્યારે તમારામાં માત્ર જિજ્ઞાસા