કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 12

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર પ્રકરણ 12 : ભૂખ           હિમાલયની એ બરફીલી ખીણમાં દોર્જેનો પડકાર કોઈ સામાન્ય જાહેરાત નહોતી; એ અમારા અસ્તિત્વ સામે ફેંકાયેલું યુદ્ધ હતું. ૩૬ કલાક. અન્નનો એક દાણો નહીં, પાણીનું એક ટીપું નહીં. અને છતાં, હાડકાં ગાળી નાખે એવી કઠોર તાલીમ. અમારી 'ટાઈમ એન્ડ મેટાબોલિઝમ'ની થિયરી કાગળ પર તો બહુ સચોટ લાગતી હતી, પણ વાસ્તવિકતાના ખરબચડા પહાડો પર વિજ્ઞાનના સમીકરણો કેટલી હદે ટકી શકે છે, તેની સાચી કસોટી હવે શરૂ થઈ હતી.     પહેલા દિવસનો સૂરજ માથા પર આવ્યો ત્યાં સુધી તો જુસ્સાના જોરે ગાડું ગબડ્યું, પણ સાંજ પડતાં સુધીમાં તો શરીરની અંદર બળવો