તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 28

ગિરિનગરના પહાડો હવે દૂર ક્ષિતિજમાં ધૂંધળા દેખાતા હતા. રસ્તો પથરાળ હતો અને ચારેબાજુ ગાઢ જંગલો હતા. ચંદ્રપ્રકાશ, જે અત્યારે મગધના એક ભટકતા ભિક્ષુકના વેશમાં હતો, તેના મનમાં અનેક પ્રશ્નો ઘૂમતા હતા. તેની પીઠ પરના ઘા હજુ પૂરેપૂરા રુઝાયા નહોતા, પણ નિષ્કાંતે આપેલી જડીબુટ્ટીઓએ તેને ચાલવા જેટલી શક્તિ આપી દીધી હતી. નિષ્કાંત તેની સાથે નહોતો, તે કોઈ ગુપ્ત માર્ગે પાછો ફરી ગયો હતો, પણ તેણે ચંદ્રપ્રકાશને એક નાની મુદ્રિકા આપી હતી જે મુસીબતના સમયે મગધમાં છુપાયેલા ચાણક્યના જાસૂસોને ઓળખવામાં મદદરૂપ થવાની હતી.ચંદ્રપ્રકાશ જ્યારે પાટલીપુત્રના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો ત્યારે સાંજ ઢળી રહી હતી. મગધની રાજધાની તેની ભવ્યતા અને સૈન્ય શક્તિ માટે