યાદોં ની સહેલગાહ - રંજન કુમાર દેસાઈ - (24)

                          પ્રકરણ - 24       "પપ્પા!! શું તમારી આગાહી સાચી પડી?"       "શું થયું?"       "જ્યારે તમે ગઈકાલે ફોન કર્યો ત્યારે એક છોકરો તેના પરિવાર સાથે મને મળવા આવ્યો હતો. હું એક જ નજરે બધાને પસંદ પડી ગઈ. અને આ રવિવારે મારી સગાઈ પણ નક્કી થઈ ગઈ."       "આ ખૂબ જ સારા સમાચાર છે. હાર્દિક અભિનંદન."       "આ બધું તમારી લાગણી અને પ્રાર્થનાનું પરિણામ છે."       "દિકરા! આમાં મારો કોઈ ફાળો નથી. આ બધું ભગવાન તરફથી ભેટ છે."       "તમારે અને તમારા પરિવારે મારી સગાઈમાં હાજર રહેવું પડશે."       "શું આ કહેવું જરૂરી છે?"