પ્રકરણ - 23 જે બન્યું તેના માટે નમિતા દોષિત હતી, પરંતુ તેના માતાપિતા તેના માટે વધુ જવાબદાર હતા. તેઓ તેમના જીવનના પાંચ દાયકા જીવી ચૂક્યા હતા, પરંતુ તેમને સાંસારિક બાબતોનું કોઈ જ્ઞાન નહોતું. તેમના વિચારો નાના બાળકને પણ શરમાવતા હતા. હું નમિતાને લઈને તેમની પાસે ગયોહતો. પણ તેમણે નમિતા ને ઘરમાં પણ દાખલ થવા દીધી નહોતી. "હું મારા ઘરમાં આવી ગંદકી રાખી શકતી નથી." નમિતાએ તાળી પાડી અને તેની માતાને કહ્યું. "વાહ, શું વાત છે! ગંદકીથી ભરેલું પીપડું એક નાનકડું વાસણ સ્વીકારવા તૈયાર નથી." અને અમે નિરાશ વદને