પ્રભુદાસ પટેલની ટૂંકીવાર્તા 'ચીહ' માત્ર એક કરુણ કથા નથી, પરંતુ સમાજના ઊંડા મૂળિયાંમાં રહેલા શોષણ, અસહાયતા અને ન્યાય માટેના પ્રતિકારને વાચા આપતી એક ધારદાર વાર્તા છે. આ વાર્તા ‘દલિતચેતના’ સામયિકના જુલાઈ ૨૦૧૮ના અંકમાં પ્રકાશિત થઇ હતી ને પછીથી ૨૦૨૧માં પ્રકાશિત થયેલ લેખકના દ્વિતીય વાર્તાસંગ્રહ ‘દેવચકલી’માં ગ્રંથસ્થ પામી છે. વાર્તા ગુજરાત-રાજસ્થાનના સીમાડે આવેલા 'હરવણ' જેવા ઉજ્જડ અને વેરાન ડુંગરાળ વિસ્તારમાં વસતા ગરીબ, આદિવાસી મજૂર વર્ગની જિંદગીના કાળા સત્યને ઉજાગર કરે છે. મજૂર પ્રથા હેઠળ સ્ત્રીઓના ભયંકર શોષણ અને તેના અંતે લેવાયેલા લોહિયાળ બદલાની કરુણ કથા છે. વાર્તાનું વિષયવસ્તુ જોઈએ તો, રૂપિયાના લોભમાં રમીલા પોતાની દીકરી વાલીને ઠેકેદાર દેવલા પાસે મજૂરી માટે મોકલે છે. મજૂરણ