જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, તેમ જીવનની દરેક પરિસ્થિતિને જોવાનો આપણો અભિગમ પણ બે પ્રકારે હોય છે. પછી એ કોઈ વ્યક્તિ માટે હોય કે સંજોગો માટેનો. એક અભિગમ છે, નકારાત્મક એટલે કે નેગેટિવ અને બીજો અભિગમ છે, હકારાત્મક એટલે કે પોઝિટિવ. જીવનમાં બેમાંથી કયો અભિગમ રાખવો તે નક્કી કરવા માટે બંનેને ઓળખવા જરૂરી છે. પોઝિટિવ અને નેગેટિવ ઓળખવાની પારાશીશી એ છે કે, જે બીજાને દુઃખ આપે અને પોતાને દુઃખી કરે, બળતરા કરાવે એ બધું જ નેગેટિવ છે. જ્યારે તેનાથી વિરુદ્ધ એટલે કે જે પોતાને સુખ આપે અને બીજાને પણ સુખી કરે તે બધું પોઝિટિવ છે. આપણને સુખ જોઈતું હોય