પૂજારી - ભાગ 4

પૂજારી અંતિમ પ્રકરણ: વિનાશનું રણ અને શ્રદ્ધાનો સૂર્યોદયલેખિકા Mansi Desai Desai Mansi Shastri ​૧. સ્મશાનવત પાટણ અને આત્માનો આક્રંદ​સોમનાથનું પ્રાંગણ જે ક્યારેક વેદમંત્રોના નાદથી ગુંજતું હતું, ત્યાં આજે માત્ર પવનનો કરુણ સુસવાટો અને ગીધડાંઓની પાંખોનો ફફડાટ સંભળાતો હતો. ગર્ભગૃહની અંદર પૂજારી રત્નેશ્વરનો ક્ષત-વિક્ષત દેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. ગઝનીએ લૂંટ ચલાવી હતી, પણ તે લોહીની ગંધ આખા મંદિરમાં પ્રસરી ગઈ હતી. ગઝનીના સૈનિકોએ સોનાના કપાટ ઉખેડી લીધા હતા, શિવલિંગના ટુકડા કરી તેને અપવિત્ર કર્યા હતા, અને જતાં-જતાં આખા મંદિરમાં આગ ચાંપી દીધી હતી.​ધુમાડાના કાળા ગોટેગોટા આકાશને ગળી રહ્યા હતા. આખું પાટણ અત્યારે એક જીવતું-જાગતું સ્મશાન હતું. જે ગર્ભગૃહમાં રત્નેશ્વર નો દેહ પડ્યો હતો , ત્યાં છત