પૂજારી ભાગ - ૩: ગર્ભગૃહનો મહાકાળ અને રક્ત-અભિષેકલેખિકા Mansi Desai Desai Mansi Shastri બહાર મેદાનમાં હજારો લાશો પર ગીધડાંઓ ઉતરી રહ્યા હતા, અને અંદર મંદિરના મુખ્ય મંડપમાં ગઝનીના સૈનિકોની રાક્ષસી ચીસો ગુંજી રહી હતી. પંડિત રત્નેશ્વર ગર્ભગૃહના દ્વાર પાસે ઉભા હતા. તેમના કાનમાં મરતા સૈનિકોના કરુણ આક્રંદ અને આક્રમણખોરોની વિકૃત હાસ્યના અવાજો અથડાતા હતા. મંદિરની જે પવિત્ર હવામાં ક્યારેક ગૂગળનો ધૂપ મહેકતો હતો, ત્યાં આજે બળતા માનવ દેહની દુર્ગંધ અને તાજા લોહીની લોખંડી ગંધ પ્રસરી ગઈ હતી.મહમૂદ ગઝની જ્યારે તેના લોહીથી ખરડાયેલા બૂટ સાથે ગર્ભગૃહની ઉંબરે પહોંચ્યો, ત્યારે તેની નજર રત્નેશ્વર પર પડી. રત્નેશ્વરનો સફેદ જનોઈ હવે લાલ થઈ ચૂક્યો હતો, અને તેમની આંખોમાં સાક્ષાત્