સોદો, પ્રેમ કે, પ્રતિશોધ? ભાગ ૮: વિશ્વાસઘાત અને જેલલેખિકા Mansi Desai Desai Mansi Shastri પ્રતાપ મહેતાના શબ્દો—"પ્રોપર્ટી હવે મારી નથી, એ તો કોઈ 'થર્ડ પાર્ટી' ની થઈ ગઈ છે"—આર્યનના કાનમાં ગુંજી રહ્યા હતા. પ્રતાપને પોલીસ લઈ ગઈ, પણ આર્યનના ચહેરા પર જીતનો આનંદ નહોતો. તેને સમજાયું કે પ્રતાપ તો માત્ર એક મહોરું હતું, અસલી ખેલાડી તો હજુ પડદા પાછળ હતો.બીજી જ સવારે, મહેતા એમ્પાયરની બહાર કાળી ગાડીઓનો કાફલો આવીને ઉભો રહ્યો. આર્યન અને રિયા ઓફિસ પહોંચ્યા ત્યારે ત્યાં સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓ હાજર હતા."આર્યન મહેતા?" એક અધિકારીએ પૂછ્યું. "તમારા પર મની લોન્ડરિંગ અને દેશની સુરક્ષા સાથે જોડાયેલી માહિતી લીક કરવાનો આરોપ છે. આ રહ્યાં ધરપકડના