સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? - 7

સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? ​ભાગ ૭: ષડયંત્રની જાળ​રિયાની આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. પ્રતાપ મહેતાના માણસોએ તેને બંગલાના ભોંયરામાં (Basement) લોખંડની ખુરશી સાથે બાંધી દીધી હતી. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું, પણ તેને પોતાની ચિંતા નહોતી, તેને ચિંતા હતી આર્યનની. આર્યન જેને પોતાનો ટેકો માની રહ્યો હતો, એ જ વ્યક્તિ તેના પિતાનો હત્યારો હતો.​પ્રતાપ મહેતા નીચે આવ્યો. તેના હાથમાં રિયાનો ફોન હતો, જે તેણે તોડી નાખ્યો હતો. "રિયા, તેં બહુ મોટું જોખમ લઈ લીધું. જો તેં શાંતિથી હાર માની લીધી હોત, તો કદાચ તું જીવતી બચી જાત. પણ હવે તારો ઉપયોગ હું આર્યનને ખતમ કરવા માટે કરીશ."​"તમે ક્યારેય સફળ