સોદો, પ્રેમ કે, પ્રતિશોધ? ભાગ ૬: મોટો ધડાકોલેખિકા Mansi Desai Desai Mansi Shastri આર્યનના હાથ ધ્રૂજી રહ્યા હતા. ફોન પર દેખાઈ રહેલો રિયાનો એ વીડિયો તેના મગજમાં લાવા સળગાવી રહ્યો હતો. જે રિયાએ ગઈકાલે તેને બચાવ્યો, જેણે પ્રેમનો એકરાર કર્યો, શું એ બધું માત્ર પ્રોપર્ટી હડપવાનો એક પ્લાન હતો?આર્યને ગુસ્સામાં ટેબલ પર પડેલો કાચનો ગ્લાસ દીવાલ પર માર્યો. અવાજ સાંભળીને રિયા દોડતી રૂમમાં આવી."આર્યન! શું થયું? તમે ઠીક તો છો ને?" રિયાના અવાજમાં ચિંતા હતી.આર્યન તેની તરફ ફર્યો, તેની આંખો લોહી જેવી લાલ હતી. તેણે રિયાનો હાથ જોરથી પકડ્યો અને તેને ફોન બતાવ્યો. "આ શું છે રિયા? આ તારો જ અવાજ છે ને? 'પ્લાન મુજબ