અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 5 (અંતિમ ભાગ)

પેલા 'Heart' ઈમોજી પછીના દિવસો કાવ્યા માટે એક નવી જિંદગીની શરૂઆત સમાન હતા. દુનિયા માટે કદાચ એ માત્ર એક નાનકડો મેસેજ હતો, પણ કાવ્યા માટે એ તેના અસ્તિત્વનો સ્વીકાર હતો. તેને હવે સમજાઈ ગયું હતું કે પ્રેમ એટલે માત્ર કોઈનો હાથ પકડીને સાથે ચાલવું એ જ નથી, પણ કોઈના વિચારોમાં રહીને પોતાની જાતને શ્રેષ્ઠ બનાવવી એ પણ પ્રેમ જ છે. ઓફિસના ન્યૂઝ ડેસ્ક પર કાવ્યા હવે પહેલા કરતાં વધુ સક્રિય અને ઉર્જાવાન જણાતી હતી. તેની કલમમાં હવે એક નવો ધાર અને એક નવી સંવેદના હતી. જે પોતાનું અસ્તિત્વ ભૂલી ગઈ હતી, પણ આર્યન સરના મૌન સ્વીકારે તેને ફરીથી પોતાની જાત