અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 4

આર્યન સર રાજકોટથી પરત આવી ગયા હતા, પણ કાવ્યાના મનમાં હજુ પણ પેલો 'હાલો' શબ્દ ગુંજતો હતો. ઓફિસમાં કામ કરતી વખતે પણ તે વારંવાર પોતાના ફોનને જોતી. સર સાથેની એ ટૂંકી વાતચીતે તેનામાં એક નવો આત્મવિશ્વાસ ભરી દીધો હતો. તેને હવે એ વાતનો સ્વીકાર થઈ ગયો હતો કે આર્યન સર તેના નસીબમાં ભલે ના હોય, પણ તેના અસ્તિત્વના કોઈક ખૂણે તેમનો કાયમી વસવાટ થઈ ગયો છે. એક રાત્રે, આખા દિવસના કામના થાક પછી કાવ્યા ઘરે આવી. આખું ઘર શાંત હતું, બસ બારીની બહારથી આવતો પવનનો સરસરાટ સંભળાતો હતો. કાવ્યાને થયું કે આજે તે પોતાના મનની એ લાગણીઓને શબ્દો આપે જે