અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 3

આર્યન સર રાજકોટ જવા રવાના થયા અને તે ક્ષણથી જ કાવ્યાના જીવનમાં એક અજીબ ખાલીપો વ્યાપી ગયો. ભલે તેઓ માત્ર થોડા જ દિવસો માટે ગયા હતા, પણ કાવ્યા માટે એ એક-એક પળ પહાડ જેવી ભારી લાગતી હતી. અત્યાર સુધી તો એવું હતું કે ભલે વાત ના થાય, પણ એવો સંતોષ હતો કે સર આ જ શહેરમાં છે, નજીક છે. પણ હવે એવું લાગતું હતું કે તેના અસ્તિત્વનો એક હિસ્સો તેનાથી સેંકડો કિલોમીટર દૂર જતો રહ્યો છે. રાજકોટ ગયા પછી પહેલા બે દિવસ તો સાવ શાંતિમાં વીત્યા. કાવ્યા સતત તેનો ફોન ચેક કરતી. ઓફિસમાં બ્રેકિંગ ન્યૂઝ લખતી વખતે પણ તેની નજર