સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 3

પ્રકરણ--૩*રાહ સાથે આગળ વધતો સંધષૅ*એકબાજુ આટલા વર્ષો પછી પણ મેજર માધવ કયાં છે? કઈ પરિસ્થિતિમાં છે?જીવિત છે કે મરી ગયા છે?કોઈ જ ખબર કે માહિતી પૂરી આર્મી શોધી શકી ન હતી.હા, એક દિલાસો હતો કે મેજર માધવની શોધખોળ ચાલુ જ છે, પણ કોઈ કડી મળી રહી નથી.            આ એક દિલાસા સાથે રાધા પણ જીવી રહી હતી કે મેજર માધવ  પૃથ્વી ના કોઈ ખૂણે ક્યાંક ને ક્યાંક હજુ જીવે છે અને જીવનના અંતિમ શ્વાસ સુધી તેની રાહ જોશે. રાધા તેની દિકરી સાથે જીવનને આગળ ધપાવી રહી હતી. રાધા એક આર્મી ઓફિસર ની પત્ની હતી. એટલે એના માટે