પ્રકરણ -20 સુહાની શિક્ષિત હતી, પણ તે કંઈ વિચારતી કે સમજતી નહોતી. એ વાતનું મને દુઃખ થતું હતું. અનિશે તેને ગર્ભવતી બનાવી દીધી હતી. તેની પાસે કોઈ દરજ્જો કે કામ નહોતું. છતાં, તે અનિશને છોડવા તૈયાર નહોતી. તે તેની સાથે ભાગી જવા પણ તૈયાર થઈ ગઈ હતી. પરંતુ તેઓ પકડાઈ ગયા હતા. તે સમયે, પુષ્પા બહેને મને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. અને કહ્યું હતું. "સુહાનીને થોડા દિવસો માટે તમારા ઘરે લઈ જાવ