સમય ક્યારેય કોઈની પ્રતીક્ષા નથી કરતો, પણ જ્યારે હૃદયમાં કોઈ ખાસ વ્યક્તિ માટે જગ્યા બની જાય, ત્યારે એ સમયની ગતિ પણ બદલાઈ જતી હોય છે. કાવ્યા અને આર્યન સર વચ્ચેની વાતચીત હવે માત્ર હાય-હેલો પૂરતી મર્યાદિત નહોતી રહી. ઓફિસમાં ન્યૂઝ લખતી વખતે પણ કાવ્યાના મનનો એક હિસ્સો સતત આર્યન સરના વિચારોમાં પરોવાયેલો રહેતો. કાવ્યા માટે આર્યન સર માત્ર એક પ્રોફેસર નહોતા રહ્યા, પણ એક એવો કિનારો બની ગયા હતા જ્યાં તે પોતાનું આખું આકાશ ઠાલવી શકતી. એક સાંજે, જ્યારે ઓફિસમાં કામનો બોજ થોડો ઓછો હતો, કાવ્યા બારી પાસે બેસીને બહાર પડતા આછલા વરસાદને જોઈ રહી હતી. તેને અચાનક એવું લાગ્યું