માણસ અકળ લાગે ત્યારે તેનાં મૌનને પારખજે

માણસ અકળ લાગે ત્યારે, તેનાં મૌનને પારખજે...... કેટલીક વાર અસમંજસ પ્રત્યેક ક્ષણે અનુભવાય, મન મગજ વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હોય અને નિર્ણયશક્તિ થોડી મંદ પડતી લાગે ત્યારે, પોતાનાં જીવનને પોતાની જાતને રફતારવાળી જિંદગીમાંથી થોડી સ્પેસ આપવાનો સમય થઈ ગયો છે એવું સમજજો.રસ્તો અકળ લાગે ત્યારે , અટકીને જાત જોડે સંવાદ કરજે..!!વ્યવહાર અકળ લાગે ત્યારે, સંવાદિતાના મૂલ્યોને ચકાસજે..!!માણસ અકળ લાગે ત્યારે, તેનાં મૌનને પારખજે..!! સંવાદિતા ખૂબ જરૂરી હોય છે, એ માણસને પોતાની જાત સાથેની હોય કે માણસની સૌથી નજીકનાં માણસ સાથે હોય. જ્યારે "સંવાદ"નું પાણી સિંચવામાં નથી આવતું ત્યારે, "સંબંધ" નામનો છોડ કરમાઈ જાય છે. કેટલીકવાર કલાકો વાતો કર્યા પછી પણ