વીર ની વીરતા અને કાયરનું વલોપાત

વીર ની વીરતા અને કાયરનું વલોપાત   રાજસ્થાનના વિરાટ વિસ્તારમાં એક નાનું ગામ હતું – વીરપુર. ત્યાં રહેતા વીરેન્દ્રસિંહ રાઠોડ નામના રાજપૂત ઠાકુર હતા. તેમનું કુટુંબ પ્રાચીન વંશનું હતું, જેમણે પેઢીઓથી ધરતીનું રક્ષણ કર્યું હતું. તેમની પત્ની રાણીસાહેબા વીરમતી – એક પતિવ્રતા સ્ત્રી, જેનું નામ પણ તેના સ્વભાવને અનુરૂપ હતું. આટલી વીરતા ની સાથે એક દોષ હતો તે. એ કે તેઓ  અફીણના  શોખીન હતા. शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम्। दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् - भगवद्गीता 18.43) શૂરવીરતા, તેજ, ધૈર્ય, કુશળતા, યુદ્ધમાં ક્યારેય પીઠ ન ફેરવવી, દાનશીલતા અને શાસન કરવાની ભાવના — આ બધાં ગુણો ક્ષત્રિયના સ્વભાવમાંથી ઉત્પન્ન થનારા સ્વાભાવિક કર્તવ્ય છે.