|| # વિચારોનું વૃંદાવન # || !!! પ્રેમનો બદલાવ !!! રાજુ એટલે મારી ઓફિસનો એક પટાવાળો. શાહપુરના મારા ત્રણ વર્ષના નોકરીના સમયગાળામાં એ મારી આદતમાં ઢળી પડ્યો હતો. તેની કામ પ્રત્યેની લાગણી અને ફરજ નિભાવવાની નિષ્ઠામાં કયારેય કોઈ કમી નહોતી આવી. મારા અમુક સ્ટાફ કરતા રાજુની વાત ઘણીવાર હું સ્વીકારી લેતો કારણ કે એની વાત અંતરના આત્મામાંથી નીકળેલા શુધ્ધ શબ્દોથી હોય. કોઈપણ જાતની વધુ અપેક્ષા વગર એના કામ કરવાની ભાવનાથી એ મારા