વો આસમાં ઝુક રહા હૈ... જમીન પર.... યે મિલન હમને દેખા યહી પર... લાગણી અને સંબંધોની આંટીઘુંટીઓ ક્યારેય સીધી સરળ નથી હોતી. કોઈ વ્યક્તિ એક સીધી લીટીમાં તેને વ્યાખ્યાયિત ન કરી શકે. તેનાં થોડાંક નિયમો અને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જીવી ન શકે. દરેક વ્યક્તિને નવી જ ચેલેન્જો, નવાં જ પડકારો અને નવાં જ કોયડાઓ કુદરત હંમેશા આપતી જ રહે છે. જે એકબીજાથી તદ્દન ભિન્ન જ હોય છે. માટે એકનું સમીકરણ બીજાને લાગુ ક્યારેય ન પડી શકે. પૈસા, વૈભવ ,જાહોજલાલી ક્ષણિક આનંદ ને સુખ આપી શકે. ચિરંજીવી પ્રસન્નતા તો સંવેદના, લાગણી, હુફ એ બધાં ભાવમાંથી જ આવે છે. તે માટે ઈર્ષા,