સ્પર્શ - ભાગ 2

૧ મહિના પહેલા"આર યુ રેડી ઓલ ગર્લ્સ??"" યસ સર "વન, ટુ ,થ્રી , શિક્ષકે સિટી વગાડી. બધી ગર્લ્સની દોડ શરૂ થઈ. ખુશી પણ એ દોડમાં શામિલ હતી. એની આંખોમાં  જીતવાનો જોશ અને આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો. શરૂઆત માં થોડોક સમય ત્રીજા સ્થાને રહી પણ જેમ જેમ દોડ વધતી ગઈ એમ બીજી છોકરીઓ થાક મહેસૂસ કરવા લાગી પણ ખુશીના પગ ન થાક્યા કે ન રૂક્યા. તે અંત સુધી દોડતી દોડતી બીજા અને છેવટે પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યું.ખુશી ફરી એકવાર સ્પોર્ટ્સમાં ફર્સ્ટ રેન્ક લાવી. ક્લાસમાં કોઈ એક્ઝામ હોય કે ક્લાસની બહાર કોઈ પ્રવુતિ ખુશી હંમેશા અવ્વલ આવતી. ખુશી આજે ખૂબ જ ખુશ