તારા નું પરસ્પેક્ટિવ : એ કેમ દૂર થઈતારા ખરાબ નહોતી. એ નિષ્ઠુર પણ નહોતી. એ માત્ર એ છોકરી હતી જે અંદરથી બહુ ડરી ગઈ હતી. બહારથી એ શાંત લાગતી, સમજદાર લાગતી, પરિપક્વ લાગતી… પણ અંદર એ સતત લડતી હતી. જ્યારે એ પહેલી વાર આરવને મળી, ત્યારે એને લાગ્યું હતું કે “આ માણસ મને સમજશે.” અને ખરેખર, આરવ સમજતો હતો. કદાચ જરૂર કરતાં વધારે. શરૂઆતમાં એ સમજણ તારાને સલામત લાગતી. કોઈ એને જજ ન કરે, કોઈ એની વાત કાપે નહીં, કોઈ એને ખોટી ન ઠેરવે — આ બધું એને ગમતું હતું. પણ ધીમે ધીમે એ સમજણ જ એને ભયભીત કરવા લાગી.