ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 60શિર્ષક:- ભ્રષ્ટ હો ગયાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 60.."ભ્રષ્ટ હો ગયા" અમે ચાર સાધુઓ -જેમાં એક અત્યંત સંપન્ન મહન્ત હતા – અમરનાથની યાત્રા કરવા નીકળ્યા. ફરતા ફરતા જમ્મુ પહોંચ્યા. સમાચાર મળ્યા કે પુષ્કળ વરસાદ પડવાથી એંશી પુલો તૂટી ગયા છે એટલે કાશ્મીર જવાનું શક્ય નથી. હજી વરસાદ ચાલુ હતો અને વરસાદ બંધ રહે તોપણ તૂટેલા પુલોને ચાલુ કરતાં ઘણો સમય લાગે તેમ હોવાથી કાશ્મીરયાત્રાનું ચિત્ર અસ્પષ્ટ થઈ ગયું હતું. અમે એક મંદિરમાં ઊતર્યા હતા. અમારી જ માફક ઘણા યાત્રાળુઓ જમ્મુમાં ઊતર્યા હતા. કેટલાક નિરાશ થઈને પાછા ફરી