જીવન પથ ભાગ-૪૮

જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૮'માતૃકૃપા-પિતૃઆશિષ' ઘર ઉપર,સહુ લખે છે એટલે લખવા પડે?- સ્નેહી પરમાર.         આ શેર આપણી આંખ ઉઘાડનારો છે. ખૂબ જ મનનીય અને સાંપ્રત સમયને આયનો બતાવતો શેર છે. સ્નેહી પરમારનો આ પ્રશ્ન આપણને આપણી દંભી માનસિકતા અને દેખાડાની દુનિયા સામે ઊભા રાખી દે છે. આજે રસ્તા પર નીકળીએ ત્યારે નવું બનેલું કોઈ એવું ઘર નહીં હોય જેના પર ‘માતૃકૃપા’ કે ‘પિતૃઆશિષ’ લખેલું ન હોય. ઘરના પ્રવેશદ્વાર પર સુંદર અક્ષરોમાં આ શબ્દો કંડારાયેલા હોય છે. પણ શું એ શબ્દો હૃદયમાંથી નીકળ્યા છે? શું એ ખરેખર કૃતજ્ઞતાનો ભાવ છે કે પછી માત્ર એક સામાજિક રિવાજ?        આજના યુવાનો ઇન્સ્ટાગ્રામ પર ‘Love you Mom-Dad’ ના સ્ટેટસ મૂકે