મુંબઈની એ રાત શાંત હતી, પણ મેહતા પેલેસ અને વિક્રમના બંગલા વચ્ચેના વાતાવરણમાં એક અદ્રશ્ય યુદ્ધ છેડાઈ ચૂક્યું હતું. વિક્રમ મેહતા પોતાના સ્ટડી રૂમમાં બેસીને સતત સિગારેટના ધુમાડા કાઢી રહ્યો હતો. તેના ચહેરા પર ગુસ્સો અને મૂંઝવણ બંને હતા. તેણે જે ચાર ગુંડાઓને પૃથ્વીરાજના 'રહસ્યમય એજન્ટ'ને પકડવા મોકલ્યા હતા, તેઓ હજુ સુધી પાછા આવ્યા નહોતા અને તેમનો ફોન પણ લાગતો નહોતો."કોણ હોઈ શકે એ?" વિક્રમે ટેબલ પર હાથ પછાડતા વિચાર્યું. "પૃથ્વીરાજની એટલી પહોંચ નથી કે તે કોઈ મોટી એજન્સીના માણસને બોલાવી શકે. તો પછી આ કોણ છે જે મારી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું છે?"તેણે તરત જ માયાને ફોન