આજના સમયમાં આપણે બધાં કોઈને કોઈ રીતે AI સાથે જોડાયેલા છીએ! કોઈ AI સાથે વાત કરે છે, કોઈ AIથી ફોટો બનાવે છે, કોઈ વિડિયો એડિટ કરે છે અથવા બનાવે છે! પરંતુ એક સામાન્ય પ્રશ્ન હંમેશા મનમાં રહે છે, આ AI છે શું? તે કેવી રીતે વિચારે છે? તે કેવી રીતે જવાબ આપે છે?વેલ, હું AI સાથે સંકળાયેલો છું અને તેના પર જ કામ કરું છું, dataset(ડેટાસેટ), prompt(પ્રોમ્પટ), math(ગણિત), database(ડેટાબેઝ), pattern(પેટર્ન), આ બધું જ મારા રોજબરોજના જીવનમાં શીખતો રહું છું અને વાંચતો પણ રહું છું અને એમાં કામ પણ કરું છું, પરંતુ જે વ્યક્તિઓ આ ફિલ્ડ સાથે જોડાયેલા નથી તેમને આ