ખાઉધરી ચંપા

  • 86

ખાઉધરી ચંપા   જામનગરથી થોડે દૂર, એક નાનકડા ગામમાં રહેતો હતો રામજીભાઈ નામનો ખેડૂત. તેની પત્નીને ઉપર ગયે બે વર્ષ થયાં હતાં. ઘરમાં કોઈ કામ કરનાર નહોતું, એટલે તેણે ચંપા નામની એક નોકરાણી રાખી. ચંપા એક સારી નોકરાણી હતી – ઘર સાફ કરે, પશુઓને ખવડાવે, કપડાં ધોઈને સુકવે, વાસણ માંજે, બધું જ બરાબર સંભાળે. પણ એક જ મોટી ખામી હતી: તે અત્યંત ખાઉધરી હતી. ખાવાનું જોયું નથી કે તે તૂટી પડી જ જાણો. “तृष्णा न जीर्णा वयसः” ઉંમર વધવા છતાં તૃષ્ણા (લાલચ) કદી જૂની થતી નથી; તે સતત વધતી જાય છે અને અંતે દુઃખ આપે છે. રસોઈમાં છુપાઈને કંઈક ને