•••••••જબરા જીગા સાથે એલિયન્સની માથાકૂટ•••••••_________આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરીને થાકેલો જીગો રાત્રિના ઠંડા પવનને માણતો અગાધ અવકાશ નીચે ખાટલામાં આડો પડ્યો હતો. રોજની જેમ આજે’ય ખેતરની રખેવાળી કરતા કરતા આકાશના તારા ગણતો હતો. જીગો નાનપણથી એકલો હતો, તેના માબાપ તેને ગોઠણીયે ચાલતો મૂકી ગુજરી ગયા હતાં. ત્યારથી લઈને અત્યાર સુધી તેને પોતાના દીકરાની જેમ સાચવનાર એકમાત્ર વ્યક્તિ રામાકાકા હતા. રામાકાકાએ જીગાને ભણાવવા માટે શા શા વાનાં કર્યા પણ ઠોઠ જીગો ન ભણ્યો. મોટો થયા પછી પોતાની પરિસ્થિતિ સમજીને તેણે રામાકાકાનાં જ ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું. બસ તે આખો દિવસ કાળી મજૂરી કરતો જેનાં બદલામાં જમવાનું ને રહેવાનું તેને