આસ્થા અને અનુરાધાએ કલ્પને ICU રૂમમાં આવતા જોઈને હળવું સ્મિત આપ્યું હતું. "મમ્મી આ કલ્પ અંકલ શું થાય છે? એ આપણા પરિવારના છે?" આસ્થાએ કલ્પને જોઈને પ્રશ્ન કર્યો. "બેટા! આ કલ્પ મારો બાળપણનો મિત્ર છે. મારા જીવનમાં મારી દરેક પરિસ્થિતિમાં એ મારી સાથે જ રહ્યો છે. મારાથી નાનો છે, પણ ઘણી વખત એક પીઢ વ્યક્તિ જેમ મને સલાહ આપતો હોય છે. તેની પત્ની યામિની અને પુત્ર શુભમ પણ ખુબ સરસ સ્વભાવના છે." આસ્થાએ કલ્પને નમસ્કાર કરતા પૂછ્યું, "હેલો અંકલ. અંકલ તો શુભમ અને આન્ટીને હું ક્યારે મળી શકીશ?""બહુ જ જલ્દી તું એમને મળી શકીશ બેટા! એ બંને પણ તને મળવા ખુબ આતુર છે."